GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેરમાં ચારણ સમાજ દ્વારા ૧૦૧ મો સોનલ આઈ માતાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

 

MORBI:મોરબી શહેરમાં ચારણ સમાજ દ્વારા ૧૦૧ મો સોનલ આઈ માતાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

આઈ સોનલ માતા એ ચારણ ગઢવી સમાજમાં વિશેષ સન્માન સાથે તેમનું સ્મરણ થાય છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ અને મુંબઈ સુધી સોનલ માતાની જન્મદિવસ ની ઉજવણી ચારણ સમાજ કરતાં આવ્યા છે અને હવે તો વિદેશ ની ધરતી ઉપર પણ સોનલ બીજ ઉજવાઇ રહી છે. આજે ૧૦૧ મો જન્મદિવસ હોય સમગ્ર વિસ્તારમાં સોનલ આઈ માતાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મોરબી શહેરમાં ચારણ સમાજ દ્વારા લીલાપર રોડ ઉપર આવેલા ચારણ ફળિયાથી સોનલ માતાના મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં માતાજીના છંદ, દુહા અને માતાજી ની બિરદાવલી એ વાતાવરણ આઈ જગદંબા મય બનાવી દેવાયુ હતું. ચારણ આઈ ઓ માતા નાં પરંપરાગત પહેરવેશ પહેરેલા જોવા મળતા સાક્ષાત માતાજી ઓ શોભાયાત્રામાં પધાર્યા હોય તેવું દ્રશ્ય ખડું થયું હતું. રાસડા રમતા આઈ જે ઓવારણાં લેતા હતા તે લોકો ને ખમકારા દેતા હોય તેવો ભાવ જોવા મળ્યો. માતાજીના ગુણગાન સાથે સોનલ માતાના મંદિરે શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ સોનલ માતાના મંદિર માં મહા આરતી કરવામાં આવી બાદ ચારણ સમાજ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ નાં સન્માન સમારોહ યોજાયો હતો.બાદ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. એકંદરે ખૂબ જ ભક્તિ ભાવથી દબદબાભેર આઈ સોનલ માતાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જયાર વિદેશી ધરતી દુબઈ માં સોનલ બીજ નીમીત્તે લોક ડાયરો યોજાઇ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!