MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી SWM શાખાની સરાહનીય કામગીરી: શનાળા તળાવમાં મૃત માછલીઓનો નિકાલ કરાયો, વિવિધ વિસ્તારોમાં નાળાઓની સઘન સફાઈ

 

MORBI:મોરબી SWM શાખાની સરાહનીય કામગીરી: શનાળા તળાવમાં મૃત માછલીઓનો નિકાલ કરાયો, વિવિધ વિસ્તારોમાં નાળાઓની સઘન સફાઈ

 

મોરબી મહાનગરપાલિકાની (SWM) શાખા દ્વારા વર્ષ 2026 દરમિયાન શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે ઉલ્લેખનીય અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.તમામ SSI ને SWM Rules-2026 અંતર્ગત સરદારબાગ ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા નિયમો, કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓ તથા કામગીરીના ધોરણો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શનાળા તળાવમાં રહસ્યમય રીતે માછલીઓના મૃત્યુની ઘટના સામે (SWM) શાખાએ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી હાથ ધરી મૃત માછલીઓનું નિરાકરણ કરી માછલાંના મૂર્તદેહ ઉપાડવામાં આવ્યા હતા. જેથી પર્યાવરણમાં સ્વચ્છતા જળવાઈ રહે અને દુર્ગંધ તથા પ્રદૂષણની સમસ્યા અટકાવી શકાય.

શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરસંગ ટેકરી મંદિરથી રવાપર ચોકડી સુધી વ્યાપક અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, આ ઉપરાંત (SWM) શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાળાઓની નિયમિત સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં ગુરુદત્તાત્રેય મંદિર સામે આવેલ નાળું, શ્રીકુંજ વિસ્તારનું નાળું તથા શિવાલય પ્લાઝા વિસ્તારના નાળાની સઘન સફાઈનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!