MORBI:મોરબીના વાવડી રોડ પર જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો, 5 શખ્સો સામે ફરિયાદ




MORBI:મોરબીના વાવડી રોડ પર જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો, 5 શખ્સો સામે ફરિયાદ

મોરબી: શહેરના વાવડી રોડ પર આવેલ મિલન પાર્ક વિસ્તારમાં જૂની અદાવતનું મનદુઃખ રાખી એક યુવક પર પાંચ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મિલન પાર્ક શેરી નંબર-03 માં રહેતા શાહરૂખ આરીફભાઈ પરમાર (ઉ.વ. 33) નામના યુવકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને આરોપી જુનેદ અને જુબેર સાથે અગાઉથી જૂની અદાવત ચાલતી હતી. આ મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી.પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે:સિકંદર ઉર્ફે સિક્લો,સમિર રાઉમા,જુનેદ ઉર્ફે લાલો,જુબેર ઉર્ફે બબુડો,અકરમ ઈજા અને ધમકી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ શાહરૂખ પરમારને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ છરી વડે હુમલો કરી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કરવા ઉપરાંત આરોપીઓએ જાહેરમાં ગાળો આપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શાહરૂખ પરમારની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.



