ARAVALLIGUJARATMODASA

મોડાસામાં નવા વર્ષમાં મહેમાનગતિ આવેલા અમદાવાદના ચૌહાણ પરિવારની પાર્કિંગ કરેલ કારમાં એકાએક આગ લાગતાં મિનિટોમાં બળીને ખાખ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસામાં નવા વર્ષમાં મહેમાનગતિ આવેલા અમદાવાદના ચૌહાણ પરિવારની પાર્કિંગ કરેલ કારમાં એકાએક આગ લાગતાં મિનિટોમાં બળીને ખાખ

મોડાસામાં તા.૦૫.૧૧.૨૦૨૪ ને સાંજના સુમારે દિવાળી પર્વ પર નવા વર્ષમાં અમદાવાદથી મોડાસા મહેમાનગતિ કરવા આવેલા ચૌહાણ પરિવારની પાર્કિંગ કરેલ નવીન બ્રેઝા કારને અગમ્ય કારણોસર એકાએક આગ લાગતા મિનિટોમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. વિગતે વાત કરવામાં આવે તો

મોડાસાના માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાછળ આવેલ વલ્લભ ટેનામેન્ટમાં કેશરકુંજ એપાર્ટમેન્ટ ડુપ્લેક્ષમાં અમદાવાદના ચૌહાણ પરિવાર સબંધીના ઘરે નવા વર્ષમાં મળવા આવ્યા હતા. બ્રેઝા કાર કેસર કુંજ એપાર્ટમેન્ટ નીચે પાર્કિંગ કરીને સબંધીના ઘરે પહોંચતા જ પાર્કિંગ કરેલ બ્રેઝા કાર મિનિટોમાં આગમાં લપેટાઈ ગઈ હતી. કારને આગ લાગતા આગ લાગતાં મોડાસા ફાયર બ્રિગેડ અને ટાઉન પોલીસ અને જીઈબી તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.અમદાવાદના જીતેન્દ્રભાઈ ચૌહાણ પરિવારની બ્રેઝા કાર પાર્કિંગ કરીને સબંધીના ઘરે જતા મિનિટોમાં કાર આગમાં લપેટાઈ જતા સોસાયટીમાં અફડાતફડી મચી ગઇ હતી. કારમાં એકાએક આગ લાગતાં લોકોમાં ટોળેટોળા સોસાયટીમાં એકત્ર થયા હતા અને કાર બળીને રાખમાં ફેરવાઈ ગઈ હતી.અને કોઈને જાનહાની પહોંચી ન હતી.

Back to top button
error: Content is protected !!