



ટંકારાના ઘુનડા (સ) ગામે જમીન વિવાદમાં વૃદ્ધ પર હુમલો: ચાર સામે ફરિયાદ

ટંકારા: તાલુકાના ઘુનડા (સજનપર) ગામે જૂના જમીન વિવાદનો ખાર રાખીને એક વૃદ્ધ પર તેમના જ ભત્રીજાઓ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
મોરબીના પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (ઉ.વ. ૭૦) નામના વૃદ્ધ ગત રોજ ટંકારાના ઘુનડા (સ) ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા ગયા હતા. આ સમયે તેમના ભત્રીજાઓએ જૂની અદાવત રાખીને તેમની સાથે ઝઘડો કર્યો હતો.
હુમલાનું કારણ: ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉથી જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો.
જ્યારે ધનજીભાઈ મંદિરની બહાર શેરીમાં હતા, ત્યારે આરોપીઓએ તેમને “અહીં મંદિરે નહીં આવવાનું” કહી અટકાવ્યા હતા.ધનજીભાઈએ વળતો જવાબ આપ્યો કે આ તેમના પણ માતાજીનું મંદિર છે, જેનાથી ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ગાળાગાળી કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વૃદ્ધની ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે:
દેવજીભાઇ માવજીભાઇ જાદવહરેશભાઇ માવજીભાઇ જાદવ,રમેશભાઇ માવજીભાઇ જાદવ,નરેશભાઇ માવજીભાઇ જાદવ ટંકારા પોલીસે આ બનાવ અંગે ધનજીભાઈની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી, ધોરણસરની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.





