MORBI:મોરબી પુત્રની સગાઈ મામલે વૃદ્ધ પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો, ત્રણ સામે ફરિયાદ





MORBI:મોરબી પુત્રની સગાઈ મામલે વૃદ્ધ પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો, ત્રણ સામે ફરિયાદ

મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે પુત્રની સગાઈ કરવા જેવી પારિવારિક બાબતે ભારે હોબાળો મચ્યો છે. છૂટાછેડા લીધેલ યુવતી સાથે પોતાના પુત્રની સગાઈ કેમ કરી? તેમ કહી ત્રણ શખ્સોએ એક વૃદ્ધને આંતરી લોખંડના પાઇપ અને ધોકા વડે બેરહેમ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

રાજપર ગામના રહેવાસી સવજીભાઈ દેવજીભાઈ ધોળકીયા (ઉં.વ. ૫૫) ગત તારીખ ૦૧/૦૫ના રોજ સવારે રાજપર-પંચાસર રોડ પર આવેલા સ્મશાન પાસે પક્ષીઓને ચણ નાખવા ગયા હતા. આ સમયે કારમાં સવાર થઈને આવેલા ત્રણ શખ્સોએ તેમને રોક્યા હતા અને હુમલો કર્યો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, હુમલાખોર હસમુખભાઈની પૂર્વ પત્ની (રિધ્ધિ) સાથે સવજીભાઈએ પોતાના પુત્ર ખુશાલની સગાઈ નક્કી કરી હતી. આ બાબતનો ખાર રાખી આરોપી હસમુખભાઈએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે:”તમારા દીકરાની સગાઈ રિધ્ધિ સાથે કેમ કરી છે? તેણીના મારી સાથે લગ્ન થયા હતા અને બાદમાં છૂટાછેડા થયા છે. મેં તમને આ સગાઈ કરવાની ના પાડી હતી.તકરાર વધતા આરોપીઓએ હિંસક હુમલો શરૂ કર્યો હતો:હસમુખભાઈ ધોળકીયા: લોખંડના પાઇપ વડે હુમલો કરી સવજીભાઈના હાથની આંગળી પાસે ફેક્ચર જેવી ઇજા અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડી.બાવજીભાઈ અને અજાણ્યો શખ્સ: લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી સાથળના ભાગે ઇજાઓ કરી. હુમલાખોરોએ વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સવજીભાઈએ આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હસમુખભાઈ ભરતભાઇ ધોળકીયા, બાવજીભાઈ રવજીભાઈ ધોળકીયા (બંને રહે. શક્ત શનાળા) અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.



