MORBI:મોરબીના રફાળેશ્વર ગામે હુમલો-એટ્રોસિટીના ગુનામાં આરોપીઓના શરતી જામીન મંજુર
MORBI:મોરબીના રફાળેશ્વર ગામે હુમલો-એટ્રોસિટીના ગુનામાં આરોપીઓના શરતી જામીન મંજુર
મોરબીના રફાળેશ્વર ગામે ખૂની હુમલો કરવાના અને એટ્રોસિટીના ગુનામાં આરોપી ધર્મેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ સુમેસરા અને સંદીપ ઉર્ફે દીપભા ભૂપતભા ગઢવીના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદીના દીકરા સાહેબ પારસ ઉર્ફે સુલતાનની ક્રેટા કાર અગાઉ ઝઘડો થતા નુકશાન થયેલ હોય જે કારને વીમા રીપેરીંગ માટે આરોપીના બનાવીએ સાણંદભાઈને આપેલ જે કાર રીપેર થઇ જતા વીમા કંપની તરફથી રૂપિયા ઓછા મળતા તે બાબતે વાતચીત કરી હોય જેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીના ઘર પાસે પોતાની કારમાં પિસ્તોલ જેવા હથિયાર લઇ આવી પાછળ કાળા કલરની બોલેરો ગાડીમાં લાકડાના ધોકા, છરી, ધારિયા, લોખંડ પાઈપ જેવા હથિયાર લઈને આરોપીઓએ આવી જીવલેણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ છરી મારી ઈજા કરી ફરિયાદીના પતિ ગીરધરભાઈને રિવોલ્વર જેવું હથિયાર બતાવી જાતી પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જાનથી મારી નાખવાના ઈરાદે ગાડી માથે ચડાવવા પ્રયાસ કરતા દીકરી બચાવવા વચ્ચે પડતા માથામાં મુંઢ ઈજા કરી એકટીવાને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી
મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી જેમાં આરોપી ધર્મેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ સુમેસરા અને સંદીપ ઉર્ફે દીપભા ભુપતભા ગઢવીએ મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મારફત સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી આરોપી તરફે એડવોકેટે વિવિધ ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા બંને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલો માન્ય રાખી શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, જે ડી સોલંકી, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, રવિ ચાવડા, હિતેશ પરમાર, આરતી પંચાસરા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા