GUJARATSABARKANTHA

વધુ વરસાદને લીધે ડાંગરના ઊભા પાકમાં કરમોડી (બ્લાસ્ટ) રોગ અને લીફ ફોલ્ડર (પાન વાળનારી ઇયળ)ના નિયંત્રણ માટે લેવાના પગલાં

*વધુ વરસાદને લીધે ડાંગરના ઊભા પાકમાં કરમોડી (બ્લાસ્ટ) રોગ અને લીફ ફોલ્ડર (પાન વાળનારી ઇયળ)ના નિયંત્રણ માટે લેવાના પગલાં બાબત*
****
ડાંગરના ઊભા પાકમાં પાન વાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફૂદીએ મૂકેલ ઈંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૫૦,૦૦૦ થી ૧ લાખ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી. પાન વાળનાર ઈયળનો ઉપદ્રવ શરૂ થયેથી પ્રવાહી કીટનાશકો જેવાં કે, કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી (૩ મિલી/૧૦ લી. પાણી) અથવા કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૭૫ એસજી (૧૦ ગ્રામ/ ૧૦ લી. પાણી) અથવા ફ્લુબેન્ડિયામાઈડ ૪૮૦ એસસી (૩ મિલી ૧૦ લી. પાણી) અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી (૧૦ મિલી ૧૦ લી. પાણી) મુજબ છંટકાવ કરવો અને જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
ડાંગરમાં કરમોડી (બ્લાસ્ટ) જણાયે થી તરત જ ટ્રાયસાયકલાઝોલ ૭૫ વે.પા. (૬ ગ્રામ/૧૦ લિટર) અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી ૧૦મિ.લી. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિટર) પાણીમાં ઉમેરી ૧૫-૨૦ દિવસના અંતરે પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ છંટકાવ કરવો. સ્યૂડૉમોનાસફ્લુરોસન્સ ૬ મિ.લી. પ્રતિ ૧ લિટરના બે છંટકાવ કરવો. પહેલો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ કંટી નિકળવાના સમયે કરવો. કરમોડી(બ્લાસ્ટ) રોગના અસરકારક વ્યવસ્થાપન માટે ફૂગનાશકોના તૈયાર મિશ્રણ, પ્રોપીકોનાઝોલ ૧૦.૭% + ટ્રાયસાયક્લાઝોલ ૩૪.૨% એસઈ, (૧૦ મિ.લી./૧૦ લિટર પાણી) અથવા ટેબુકોનાઝોલ ૫૦% + ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન ૨૫% ડબલ્યૂજી, ૪ ગ્રામ/૧૦ લિટર પાણી ના બે છંટકાવ, પ્રથમ રોગ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ તેના ૧૫ દિવસ બાદ કરવાની ભલામણ છે. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેતે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો. એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!