MORBI:મોરબી જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે:ગુનો દાખલ




MORBI:મોરબી જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે:ગુનો દાખલ

મોરબી: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવામાં મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમે લાલપર ગામ પાસે આવેલા એક સ્પામાં દરોડો પાડી, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ઉલ્લંઘન બદલ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. ટીમને લાલપર ગામના આદ્યશક્તિ ચેમ્બરના ત્રીજા માળે કાર્યરત ‘મિલેનિયમ સ્પા’ અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્પામાં તપાસ હાથ ધરતા અનેક ક્ષતિઓ જોવા મળી હતી.વર્કર નોંધણીનો અભાવ: સ્પામાં કામ કરતી એક મહિલા વર્કરના બાયોડેટાની પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે કરાવવાની થતી નોંધણી કરવામાં આવી નહોતી.CCTV નિયમોનું ઉલ્લંઘન: જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સ્પામાં CCTV કેમેરા લગાવવાના જે નિયમો છે, તેનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ સ્પા સંચાલક નિલેશભાઈ અરજણભાઈ વેગડ (ઉંમર વર્ષ ૩૫, રહે. હાલ જુની પીપળી, તા.જી. મોરબી) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.મોરબી પોલીસની આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાના ભંગ બદલ આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.




