TANKARA:ટંકારાના નસીતપર પાસે કારખાનામાં ચક્કર આવતા પટકાયેલા શ્રમિકનું મોત




TANKARA:ટંકારાના નસીતપર પાસે કારખાનામાં ચક્કર આવતા પટકાયેલા શ્રમિકનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ એક કારખાનામાં કરુણ ઘટના સામે આવી છે. પાણી પીવા જતી વખતે અચાનક ચક્કર આવતા નીચે પટકાયેલા એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ નસીતપર ગામની સીમમાં આવેલ ‘શ્રી નીલકંઠ પ્રિન્ટપેક’ કારખાનામાં મજૂરી કામ કરતા ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર (ઉં.વ. ૪૦) નામના શ્રમિક ગત તા. ૩૧ માર્ચના રોજ રાત્રિના સમયે કારખાનામાં કામ પર હતા. તે દરમિયાન તેઓ પાણીના કુલર પાસે પાણી પીવા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચક્કર આવી જતાં તેઓ નીચે પટકાયા હતા.નીચે પડવાને કારણે ચંદનસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું ટૂંકી માંદગી બાદ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



