MORBIMORBI CITY / TALUKO

મોરબી: પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવું ભારે પડ્યું,

 

મોરબી: પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવું ભારે પડ્યું, મયુર બ્રિજનો વીડિયો ઉતારનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

 

​મોરબી: શહેરના સામાકાંઠે આવેલ ઐતિહાસિક મયુર બ્રિજ પર ડ્રોન ઉડાડી વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર એક શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.​મોરબીમાં સુરક્ષાના કારણોસર અમુક વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. આમ છતાં, સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે.

મળતી માહિતી મુજબ લિયાકતહુસેન અબ્દુલરહિમ બાદી (ઉંમર વર્ષ ૩૫).​રહેવાસી: કેરાળા ગામ, તા. મોરબી. આરોપીએ મોરબીના સામાકાંઠે આવેલ મયુર બ્રિજ (જે પ્રતિબંધિત વિસ્તાર છે) પર ડ્રોન ઉડાડી બ્રિજનો એરિયલ વ્યૂ અને વીડિયો શૂટ કર્યો હતો.
​સોશિયલ મીડિયા પર અપલોડ: આ વીડિયો આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ “Badi Liyakathushen” પર અપલોડ કર્યો હતો.​મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસ.ઓ.જી. (SOG) શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયાએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. ડ્રોન ઉડાડવા અંગેના કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!