HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ડીઝલ માટે ખેડૂત લાઇનમાં, નેતાઓ ઝાલમુરીના કાર્યક્રમમાં વ્યસ્ત! | લોકોએ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો રોષ

 

HALVAD:હળવદ ડીઝલ માટે ખેડૂત લાઇનમાં, નેતાઓ ઝાલમુરીના કાર્યક્રમમાં વ્યસ્ત! | લોકોએ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો રોષ

હળવદમાં એક સામાજિક સંસ્થા દ્વારા આયોજિત ‘ઝાલમુરી વિતરણ’ કાર્યક્રમ ભારે વિવાદોના વંટોળમાં ફસાયો છે. વાવણીની સિઝનમાં ડીઝલની તીવ્ર અછતનો સામનો કરી રહેલા સ્થાનિક ખેડૂતોએ આ કાર્યક્રમ સામે પોતાનો આકરો રોષ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયા પર ભાજપના દિગ્ગજ નેતાઓના પોસ્ટર વાયરલ થતાં જ લોકોએ કમેન્ટ બોક્સમાં નેતાઓ અને તંત્રની આકરી ઝાટકણી કાઢી છે.
​ભાજપના નેતાઓના ફોટાવાળી પોસ્ટ વાયરલ થતાં વિવાદ
​સામાજિક સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી. આ પોસ્ટરમાં સ્થાનિક સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત ભાજપના અનેક આગેવાનોના ફોટા સામેલ હતા. ખેડૂતો જ્યાં ડીઝલ માટે દિવસ-રાત લાઈનોમાં ઊભા છે, તેવા સમયે આ પ્રકારના કાર્યક્રમની જાહેરાત થતાં જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.


​”દરેક પેટ્રોલ પંપ પર ઝાલમુરી વહેંચો, ખેડૂતો ત્યાં જ લાઈનમાં છે” સોશિયલ મીડિયા યુઝર્સે નેતાઓની આકરી ટીકા કરતા કટાક્ષ કર્યો હતો કે, “અત્યારે નાટકો અને તાયફા બંધ કરો. અમને ઝાલમુરીની નહીં પણ ડીઝલની જરૂર છે.” કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી કટાક્ષ કર્યો કે, “દરેક પેટ્રોલ પંપ પર જ ઝાલમુરી વિતરણનો કાર્યક્રમ રાખી દો, કારણ કે વિસ્તારના તમામ ખેડૂતો અત્યારે ત્યાં જ લાઈનો લગાવીને ઊભા છે.” ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પરિસ્થિતિ રહી તો અમારે પણ ખેતી છોડીને ઝાલમુરી વેચવાનો વારો આવશે.

​₹2,000ના ડીઝલ માટે ₹700નો ધક્કો અને 7/12ના ઉતારાની પળોજણ છેલ્લા 7 થી 8 દિવસથી હળવદ પંથકમાં ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે:ડીઝલ મેળવવા માટે પણ 7/12 ના ઉતારા સાથે રાખવા પડે છે.

​લાંબી લાઈનો બાદ માત્ર ₹2,000નું જ ડીઝલ આપવામાં આવે છે. ટ્રેક્ટર લઈને લાઈનમાં ઊભા રહેવા અને આવા-જવાનો જ ખર્ચ ₹500 થી ₹700 થઈ જાય છે.

ખેડૂતોનો આક્રોશ: “નેતાઓ માત્ર ચૂંટણી ટાણે મત લેવા માટે મોટી-મોટી વાતો કરે છે. વાવણીની સિઝન પર ટ્રેક્ટર ચાલશે નહીં તો ખેતરમાં પાક કેવી રીતે ઉગશે? જો ખેડૂતના ખેતરમાં અનાજ નહીં પાકે તો દેશના લોકો ખાશે શું? જો સરકાર ડીઝલ ન આપી શકતી હોય તો અમારા લોનનું વ્યાજ માફ કરે.”

​ચોમાસાની શરૂઆતે જ વાવણીના મુખ્ય સમયે ડીઝલની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો વહેલી તકે સુચારુ પુરવઠો નહીં મળે તો મોંઘા ડાટ બિયારણો અને આખી સિઝન નિષ્ફળ જશે. “ડીઝલ નહીં મળે તો ખેડૂત મરી જશે” તેવી ગંભીર ચિંતા વચ્ચે હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓ આ કટોકટીનો ક્યારે ઉકેલ લાવે છે.

Back to top button
error: Content is protected !!