MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન: યોગ્ય વળતર અને વીમા કવચની માંગ સાથે વડાપ્રધાનને રજૂઆત




MORBI:મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન: યોગ્ય વળતર અને વીમા કવચની માંગ સાથે વડાપ્રધાનને રજૂઆત

મોરબી: મોરબી તાલુકાના જેતપરમાં વિજ થાંભલાને લઈને ખેડૂતો છેલ્લા ૧૩ દિવસથી શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને ૧૮ વર્ણોનું સમર્થન મળી રહ્યું છે, જેમાં વૃદ્ધો, મહિલાઓ, બાળકો, સંતો-મૌલવીઓ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ જોડાયા છે.
આંદોલનકારીઓની મુખ્ય માંગ ખેડૂતોને તેમના ખેતરમાં નાખવામાં આવેલા વિજ થાંભલાનું યોગ્ય વળતર આપવાની છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં વિજ થાંભલા હોવાથી ખેતી કરવામાં જોખમ રહે છે અને જીવતા વાયરને કારણે જીવનું પણ જોખમ રહેલું છે. આથી, યોગ્ય વળતરની સાથે ખેડૂતોના પરિવારને વીમો મળી રહે તેવી માંગ કરવામાં આવી છે. મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.





