TANKARA:ટંકારા જુગાર ક્લબ તોડકાંડમાં તત્કાલીન પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ
TANKARA:ટંકારા જુગાર ક્લબ તોડકાંડમાં તત્કાલીન પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ
જાહેરનામું પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવા હુકમ ટંકારામાં તત્કાલીન પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા જુગાર રેડમાં લાખોના તોડ્કાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચાર માસ જેટલા સમયથી તત્કાલીન પીઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી બંને ફરાર છે ત્યારે કોર્ટ દ્વારા બંનેનં ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ૩૦ દિવસમાં લીંબડી ડીવીઝન નાયબ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે
મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૬૨૪૧૦૮૨/૨૦૨૪ B.N.S કલમ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮( સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ ૭,૧૨,૧૩(૧)એ તથા ૧૩(૨) મુજબના ગુન્હાના કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. આથી બંને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ સાહેબ, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી ગુનાના કામે BNSS-કલમ-૭૨ મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા/ કરાવતા મળી આવેલા નથી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને આરોપીઓની અટક કરવાની બાકી છે. આથી બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ સાહેબ શ્રી, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી સદરહુ ગુનાના કામે BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૩૦માં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.