GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદ તાલુકાના માથક ગામ પાસેથી બે અલગ અલગ કારમાંથી ૪૦૦ લીટર ડીઝલના જથ્થા સાથે પાંચ ઇસમો ઝડપાયા

 

HALVAD- હળવદ તાલુકાના માથક ગામ પાસેથી બે અલગ અલગ કારમાંથી ૪૦૦ લીટર ડીઝલના જથ્થા સાથે પાંચ ઇસમો ઝડપાયા

 

હળવદ તાલુકાના માથક ગામ પાસેથી બે અલગ અલગ કારમાંથી ૪૦૦ લીટર ચોરીના ડીઝલના જથ્થા સાથે પાંચ ઇસમોને કુલ કિં રૂ. ૫,૩૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.


હળવદ તાલુકા પોલીસ સ્ટાફની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે માથક ગામ પાસેથી રેઇડ કરી એક આઇ-૨૦ કાર તથા ઇક્કો કારમાંથી અલગ અલગ કુલ ૧૨ કેરબાઓમાં ૪૦૦ લીટર શંકાસ્પદ/ચોરીના ડિઝલના જથ્થા સાથે પાંચ ઇસમોને કુલ કિ.રૂ ૫,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઇ પરમાર, પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર , અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે ચારે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા અને કુલદીપસિંહ ભરતભાઈ લકુમ રહે ગામ માથક તા.હળવદને પકડી પાડી પાંચેય વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ આ ડીઝલ ચોરીના ગુન્હામાં પકડાયેલ પાંચેય ઇસમોની પુછપરછ કરતા કબ્જે કરેલ ડિઝલનો જથ્થો મોરબી તાલુકાના લગધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ છે.

Back to top button
error: Content is protected !!