GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ટંકારા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો
TANKARA:ટંકારા ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ટંકારા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો
વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ – ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું ડો.બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં 145 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, તેમજ લોહીના ગ્રુપની તપાસ ફ્રી માં કરી આપવામાં આવેલ. આ નિદાન કેમ્પમાં રાજકોટની ખ્યાતનામ અને નામાંકિત ગોકુલ હોસ્પિટલ ની તબીબ ટીમ હાજર રહેલ મોરબીની પ્રખ્યાત ડો.પટેલ લેબોરેટરી દ્વારા 125 થી વધુ લોકોના બ્લડ ગ્રુપ ફ્રી માં તપાસ કરી આપેલ…