GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જુગારિયાઓ સાવધાન! મોરબીમાં બે જગ્યાએ પોલીસના દરોડા, ૧૨ શખસો રોકડા રૂપિયા સાથે ઝબ્બે 

 

MORBI:જુગારિયાઓ સાવધાન! મોરબીમાં બે જગ્યાએ પોલીસના દરોડા, ૧૨ શખસો રોકડા રૂપિયા સાથે ઝબ્બે

 

મોરબી સામાકાંઠા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુગારધામ પર બે સફળ દરોડા પાડીને કુલ ૧૨ ઇસમોને ઝડપી લીધા છે. પોલીસે બંને દરોડા દરમિયાન કુલ ₹૫૬,૫૦૦ની રોકડ રકમ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડો: કુબેર ટોકીઝ પાછળથી ૫ ઝબ્બે – પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ, ધારના નાકાના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૫ ઇસમોને ₹૧૧,૩૦૦ની રોકડ સાથે રંગેહાથ ઝડપી લેવાયા હતા.

ઝડપાયેલા આરોપીઓ:જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા (રહે. મફતિયાપરું, મોરબી) જયપાલભાઈ મૂળજીભાઈ કુંવરિયા (રહે. મફતિયાપરું, મોરબી) હિતેશભાઈ રાજુભાઈ મુંધવા (રહે. મફતિયાપરું, મોરબી) કિશનભાઇ સુરેશભાઈ પરમાર (રહે. મફતિયાપરું, મોરબી) દિનેશભાઈ ઘોઘાભાઈ વરાણીયા (રહે. ત્રાજપર, મોરબી

બીજા દરોડામાં સામાકાંઠે આવેલી ‘યોર એન્ટરપ્રાઇઝ’ નામની દુકાનમાં દરોડો પાડીને પોલીસે સાત શખસોને ₹૪૫,૨૦૦ની રોકડ રકમ સાથે જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ: પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી (રહે. પંચાસર રોડ, મોરબી) ફેનિલભાઈ અલ્પેશભાઈ ભાડેજા (રહે. ઉમા ટાઉનશીપ, મોરબી) જયમલભાઈ મનસુખભાઈ સોલંકી (રહે. વૃંદાવન પાર્ક, મોરબી) મેહુલભાઈ રમેશભાઈ બોરડા (રહે. રવાપર ઘુનડા રોડ, મોરબી) સતિષભાઈ મુકેશભાઈ કારેણ (રહે. મહેન્દ્રનગર, મોરબી) સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર (રહે. ઉમિયા સર્કલ પાસે, મોરબી) ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરા (રહે. વૃંદાવન પાર્ક, મોરબી) બી ડિવિઝન પોલીસે તમામ ૧૨ આરોપીઓ સામે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!