GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચરાડવા નજીક સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત; ૮ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

 

HALVAD:હળવદના ચરાડવા નજીક સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત; ૮ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

 

હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આજે સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. હળવદના દેવીપુર ગામ નજીક આવેલી બ્રીલયન્ટ સ્કૂલની બસ આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં બસમાં સવાર આઠ જેટલા માસૂમ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, બ્રીલયન્ટ સ્કૂલની બસ સવારના સમયે વિદ્યાર્થીઓને લઈને આવી રહી હતી. આ દરમિયાન ચરાડવા ગામ નજીક પહોંચતા જ કોઈ કારણોસર આગળ ચાલતા એક ટ્રકની પાછળ સ્કૂલ બસ જોરદાર રીતે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો સખત હતો કે બસના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું અને બસમાં સવાર બાળકોમાં ચિચિયારીઓ વ્યાપી ગઈ હતી.

આ અકસ્માતમાં કુલ ૮ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકોને બસમાંથી બહાર કાઢ્યા હતા.૬ વિદ્યાર્થીઓને નજીકની ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જ્યારે વધુ ઈજા પામેલા ૨ વિદ્યાર્થીઓને તાકીદે મોરબીની હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને શાળા પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અકસ્માત અંગેની વધુ વિગતો અને પોલીસ કાર્યવાહીની તપાસ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!