GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સાવચેતીના પગલારૂપે ઘંટીલા થી કુંભારીયા માર્ગ કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો

 

MORBI:સાવચેતીના પગલારૂપે ઘંટીલા થી કુંભારીયા માર્ગ કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો

 

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઘંટીલા થી કુંભારીયા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર તેમજ લોકોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તથા ગ્રામજનોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, પાણીના પ્રવાહવાળા બંધ રસ્તા પર જવાનું સાહસ ન કરવા અને તંત્રની સૂચનાઓને અનુસરીને સહયોગ આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!