MORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબીના ભડીયાદ  કાંટા પાસે સરકારી જમીન નું દબાણ હટાવ્યુ 

MORBI:મોરબીના ભડીયાદ  કાંટા પાસે સરકારી જમીન નું દબાણ હટાવ્યુ

 

 

હજું મોટ ભાગના ગામડાઓમાં અનેક સરકારી           ખરાબાની જમીન પર છે દબાણ ખડકી દીધા છે

Oplus_131072

મોરબી જિલ્લામાં સરકારી પડતર જમીન દેખી નથી કે તેનાં ઉપર દબાણ થયું નથી એટલે મોટા ભાગની સરકારી જમીનમાં પેશકદમી થઈ ગઈ હોય તેવું જોવા મળે છે પણ તંત્ર દ્વારા હવે સરકારી જમીન ઉપર થયેલા દબાણો દુર કરવા માટે તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે કેમકે મોરબી શહેર ના સામાકાંઠા વિસ્તાર ભડીયાદ કાંટા પાસે સરકારી જમીન માં થયેલ દબાણ હટાવવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકામાં દબાણ દૂર કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે જેમાં ભડીયાદ કાંટા પાસે સરકારી જમીન માં થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જેસીબી સહિત વાહનોને સાથે રાખીને દબાણ હટાવ્યુ છે. ત્યારે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં કાચા પાકા મકાનોનું ડિમોલેશનની કામગીરી હાથ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી ને પણ સાથે રાખવામાં આવ્યું હતું. અહીં એ વાત જણાવી દઈએ કે કે હજુ ગામડાની અનેક જગ્યાઓમા ઘણાં સરકારી ખરાબાની જમીનમાં  દુકાન, તબેલા, પાર્કિંગ બનાવીને પેશકદમી થઈ ગઈ છે તે દબાણ દૂર કરવા આવશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી.
મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫

Back to top button
error: Content is protected !!