MORBI:મોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી




MORBI:મોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

મોરબી: મોરબીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પરશુરામ જયંતીની અત્યંત ધામધુમથી અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા હતા.

રવિવારે બપોરે 4:00 કલાકે શહેરના વાઘપરા શેરી નં. 4 માં આવેલા ગાયત્રી મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે:રામ ચોક અને શનાળા રોડ ,હોસ્પિટલ ચોક અને શાક માર્કેટ ચોક,નગર દરવાજા અને સુભાષ રોડ,ગેસ્ટ હાઉસ રોડ અને વીસી ફાટક થઈને નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે સંપન્ન થઈ હતી. માર્ગો પર “જય પરશુરામ” ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રામાં રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના પરિવારો જોડાયા હતા.શોભાયાત્રાના અંતે પરશુરામ ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં:ભગવાન પરશુરામનો અન્નકૂટ દર્શન,ભવ્ય મહાઆરતી,મહાપ્રસાદ કાર્યક્રમના અંતે પરશુરામ યુવા ગ્રુપની આગામી વર્ષની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કૌશલભાઈ હિતેશભાઇ મહેતાની નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી, મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ, વિજયભાઇ રાવલ અને સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.





