MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન

 

MORBI:મોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન

આગામી ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ અક્ષય તૃતીયા અને ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવના પવિત્ર પર્વની મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ અવસરે શ્રી પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 



​ભગવાન પરશુરામના જન્મોત્સવને વધાવવા માટે બપોરે ૦૩:૦૦ કલાકે ગાયત્રી મંદિર, વાઘપરા થી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા મોરબીના વિવિધ મુખ્ય રાજમાર્ગો પર ભક્તિભાવ પૂર્વક પરિભ્રમણ કરશે. શોભાયાત્રામાં ભગવાનની મનમોહક મૂર્તિ, સુશોભિત રથો અને ગગનભેદી નાદ સાથે શ્રદ્ધાળુઓ જોડાશે.

​મહા આરતી, અન્નકૂટ અને મહાપ્રસાદ રાજમાર્ગો પર ફરીને આ શોભાયાત્રા સાંજે ૦૭:૩૦ કલાકે શ્રી પરશુરામ ધામ ખાતે પહોંચશે. જ્યાં પરંપરાગત વિધિ સાથે:​સાંજે ૦૭:૩૦ કલાકે: ભવ્ય મહા આરતી અને ભગવાનને અન્નકૂટ ધરવામાં આવશે.
​ત્યારબાદ: સમસ્ત ભુદેવો માટે મહા પ્રસાદ (ભોજન સમારંભ) નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

​શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબીના તમામ ભુદેવોને સહપરિવાર આ દિવ્ય મહોત્સવમાં પધારવા અને શોભાયાત્રા તેમજ મહા આરતીનો લ્હાવો લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.​”આવો પધારો અને આ ભક્તિમય ઉત્સવમાં સહભાગી બની શોભાયાત્રાની શોભા વધારીએ.”

Back to top button
error: Content is protected !!