
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ખેતીવાડી ખાતા અને આત્મા યોજના અંતર્ગત નારી વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ૧૭ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં ૧૦૮૫ મહિલાઓએ હાજરી આપી હતી. જેમાં મહિલાઓને લગતી યોજનાઓ તથા ખેતીવાડી, બાગાયત, આત્મા કચેરીની યોજનાઓ વિષે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેતીવાડી, આત્મા અને બાગાયત કચેરીના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા. વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરેલ ૧૫ મહિલાઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામા આવ્યું હતું.







