
રિપોર્ટર….
અમીન કોઠારી
મહીસાગર….
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ગેસના બોટલોને લઈને લાંબી લાંબી લાઇનો….
નોકરી ધંધો ઘરકામ છોડીને તમામ વર્ગ ગેસના બોટલની લાઈનમાં લાગી ગયા.
એકાએક ઊભી થયેલી ગેસની અછત ને લઈને મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સરકારની કામગીરી પ્રત્યે લોકોમાં ભારે નારાજગી.
ઈરાન અને ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગેસના બોટલોની અછત વર્તાવાની શરૂ થતા લોકોમાં સરકારની કામગીરી તરફથી ભારે નારાજગી પ્રવર્તેલી જોવા મળે છે.


મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગેસના બોટલોની અછતને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો જોવા મળે છે ગેસ કંપનીઓની ઓફિસો ઉપર લુણાવાડા નગરજનોની લાંબી લાંબી કટારો જોવા મળી લોકોમાં રોસ વાપી ગયો છે લોકોનું કહેવું છે કે મિડલ યુઝ માં ચાલી રહેલા યુદ્ધને પગલે આજે નવનિર્મિત મહીસાગર જિલ્લામાં ગેસના બોટલોની અછત ઊભી થવી એ યોગ્ય નથી નોકરિયાત વર્ગ મહિલા તેમ જ યુવાનો પણ પોતપોતાના કામ છોડીને ગેસના બોટલો ની લાંબી લાંબી લાઈનમાં લાગી ગયા છે જેને સરકાર નિયમિત ગેસની બોટલો મળી રહે તે માટેની યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે.

આશિષ જોષી ( લુણાવાડા રહીશ)
લુણાવાડા નગરના આશિષ જોષી ના કહેવા મુજબ હાલમાં નોકરિયાતને ખૂબ જ તકલીફ પડે છે અને સરકારે ઓનલાઇન નોંધણી પણ બંધ કરી દીધી છે જેને લઇને પાવતી લઈને અમારે ગેસ કનેક્શન ની ઓફિસે લાંબી લાંબી ગટરમાં ઉભો રહેવું પડે છે જેને લઈને અમારો સમય અને બધું જ બગડી રહ્યું છે ત્યારે સરકાર આ ગેસની બોટલો લોકોને નિયમિતપણે મળી રહે તેવી યોગ્ય કાર્યવાહી કરે તેવી તેમને સરકારને વિનંતી કરી હતી.
ઇન્ડિયન ગેસના મેનેજર….
ધર્મેન્દ્રભાઈ પંડ્યા

એ જણાવ્યું કે હાલમાં સમાચાર જોઈને જે અફરા તફરી નો માહોલ લોકોમાં ફેલાયો છે તે ખોટો છે અમારે આજે પણ બે ગાડી ભરીને આવી છે અને થોડા દિવસમાં નિયમિતપણે બોટલો જેમતેમ મળતી થઈ જશે એટલે લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને સરકારશ્રીએ જે 25 દિવસનો ગાળો રાખ્યો છે તે મુજબ ગેસની બોટલનું વિતરણ કરવામાં આવશે.
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીશુણ યુદ્ધને પગલે સમગ્ર દુનિયામાં માહોલ છે અને એની અસરો ભારત દેશમાં પણ જોવા મળી રહી છે અને એ અસર ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ જોવા મળી અને લોકોએ સરકારની આ કામગીરી પ્રત્યે ભારે રોષ પ્રગટ કર્યો છ.
ધનંજય ભઇ ડાભી.. લુણાવાડાના રહીશ…

તેમનું કહેવું છે કે ઓનલાઇન નોંધણી બંધ થઈ ગઈ છે જેને લઈને લોકો વધારે ગભરાટમાં આવી ગયા છે અને ગેસ મળશે નહીં તો શું હાલત થશે તેની ચિંતામાં દરેક યુવાન, વૃદ્ધ ,મહિલાઓ નોકરિયાતો તમામે તમામ લુણાવાડા ની ગેસ ઓફિસમાં લાઈનમાં લાગ્યા છે ત્યારે સરકાર ગેસના મોડેલો નિયમિત પણે મળી રહે તે પ્રમાણે કાર્યવાહી કરે તેવી લોક માંગ કરી છે.




