HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના માથક ગામના પાદરમાંથી બાઈકની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ

 

HALVAD:હળવદના માથક ગામના પાદરમાંથી બાઈકની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ

 

હળવદ તાલુકામાં વાહન ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વધુ એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે. હળવદ તાલુકાના માથક ગામના પાદરમાંથી એક યુવકનું મોટરસાઇકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે રહેતા પ્રવિણભાઇ ભુપતભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૮) એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, તેઓ પોતાનું હોન્ડા કંપનીનું ‘શાઇન’ મોટરસાઇકલ (જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-13-QQ-9762 છે) હળવદના માથક ગામના પાદરમાં આવેલા જી.ઇ.બી. (GEB) સબ સ્ટેશન પાસે પાર્ક કરીને ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર આશરે ₹૧૫,૦૦૦ની કિંમતનું આ બાઈક ચોરી કરી લઈ ગયો હતો.

બાઈક ન મળી આવતા આખરે પ્રવિણભાઇએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી, ચોર ઈસમને પકડી પાડવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!