GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ૭ વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નની અદાવતમાં સગા ભાઈએ બહેન-બનેવી પર કર્યો જીવલેણ હુમલો

 

HALVAD:હળવદ ૭ વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નની અદાવતમાં સગા ભાઈએ બહેન-બનેવી પર કર્યો જીવલેણ હુમલો

 

પ્રેમલગ્નનો રોષ વર્ષો પછી પણ શાંત ન થતો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ડુંગરપુર ગામે દાદીના બેસણામાં આવેલા એક દંપતી પર તેમના જ સગા ભાઈએ લાકડાના ધોકા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના વતની અને હાલ મોરબીની પીપળી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય લતાબેન આકરીયાએ પોતાના સગા ભાઈ અશ્વિનભાઈ હનુભાઈ વિઠલાપરા (રહે. ડુંગરપુર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લતાબેને આજથી આશરે સાતેક વર્ષ પહેલાં ડુંગરપુર ગામના જ અનિલભાઈ ભરતભાઈ આકરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લવ મેરેજ સગા ભાઈ અશ્વિનને મંજૂર ન હોવાથી તે મનમાં અદાવત (ખાર) રાખીને બેઠો હતો.

તાજેતરમાં લતાબેનના દાદીનું અવસાન થતાં, તેઓ પોતાના પતિ સાથે કાર લઈને ડુંગરપુર ગામે બેસણામાં આવ્યા હતા. દંપતી ગામમાં પહોંચતા જ વર્ષોથી મનમાં ખાર રાખીને બેઠેલો મોટો ભાઈ અશ્વિન હાથમાં લાકડાનો ધોકો લઈને ધસી આવ્યો હતો. તેણે પોતાની બહેન અને બનેવી સાથે ઉગ્ર બોલાચાલી કરી, ગાળો ભાંડી હતી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી ભાઈ અશ્વિન વિઠલાપરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પારિવારિક અદાવતમાં થયેલા આ હુમલાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Back to top button
error: Content is protected !!