HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ ૨૦૨૪માં જપ્ત કરાયેલા ઇંગ્લીશ અને દેશી દારૂના મોટા જથ્થાનો નાશ કર્યો

Halvad:હળવદ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ ૨૦૨૪માં જપ્ત કરાયેલા ઇંગ્લીશ અને દેશી દારૂના મોટા જથ્થાનો નાશ કર્યો

 

 

હળવદ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ ૨૦૨૪માં જપ્ત કરાયેલા ઇંગ્લીશ અને દેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કુલ ૪,૭૮૫ ઇંગ્લીશ દારૂની બોટલો અને ૭૪૭ લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત ૧૦,૪૩,૮૩૧/- રૂપિયા હતી. હળવદ પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેવન્યુ અને નશાબંધી વિભાગની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હળવદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબીશન હેઠળ જપ્ત કરાયેલા દારૂના જથ્થાને સત્તાવાર મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક (વાંકાનેર ડિવિઝન) સમીર સારડાએ ગેરકાયદેસર દારૂના જથ્થા પર કાર્યવાહી કરવા તથા સમયાંતરે તેને નષ્ટ કરવાની સૂચનાઓ આપી હતી. જે અનુસંધાને હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસ દ્વારા જરૂરી મંજુરી મેળવી, હળવદ પોલીસ સ્ટેશનના ૨૫ ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂની ૪,૭૮૫ નંગ ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર, જેની કુલ કિંમત રૂ. ૮,૯૪,૪૩૧/- અને ૮૦ ગુનાઓમાં જપ્ત ૭૪૭ લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ.૧,૪૯,૪૦૦/- એમ કુલ રૂ. ૧૦,૪૩,૮૩૧/-ના પ્રોહિબીશન મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી હળવદ તાલુકાના સુખપર ગામની સીમ ખાતે, ડેમ તરફ જવાના રસ્તે ખુલ્લી જગ્યા પર, પોલીસ, રેવન્યુ વિભાગ અને નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. ત્યારે પંચોની ઉપસ્થિતિમાં જપ્ત દારૂ ઉપર રોડ રોલર ફેરવી તમામ મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!