GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD-:હળવદના ચરાડવા ગામે અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર કરેલ દાણ દુર કરવામાં આવ્યું 

HALVAD-:હળવદના ચરાડવા ગામે અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર  કરેલ દાણ દુર કરવામાં આવ્યું

 

 

હળવદ તાલુકાના ચરાડવા ગામે અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર કરાયેલ દબાણ હટાવવા પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઈંગ્લીશ-દેશી દારૂના ગુનાઓ સહિત અનેક ગુનાઓમાં આચારનારની કબ્જાવાળી પતરાની બે દુકાનો તલાટી મંત્રીને સાથે રાખી તોડી પાડવામાં આવી હતી.

મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ચરાડવા ગામમાં આવેલા કે.ટી.મિલ નજીક બૂટલેગર સદામ ગુલમહમદ ભટ્ટી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરાયો હતો. જમીનનો વિસ્તાર અંદાજે ૩૨ ચોરસ મીટર હોય, જેની જંત્રી મુજબ કિંમત રૂ.૨૬,૫૫૦/- જેટલી આંકવામાં આવી છે. ઉપરોક્ત અસામાજિક તત્વ સદમ ભટ્ટી વિરુદ્ધ ઈંગ્લીશ-દેશી દારૂના, મારામારીના અને અપહરણ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે હળવદ પોલીસે તલાટી મંત્રીની હાજરીમાં પતરાથી બનેલી બે દુકાનોનું ડિમોલિશન કરી, સરકારી જમીન ખુલ્લી કરાવી સઘન કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!