GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD- હળવદના મયુરનગર નજીકથી બ્રાહ્મણી નદીના કાંઠે ખનિજ ચોરી ઝડપાઈ
HALVAD- હળવદના મયુરનગર નજીકથી બ્રાહ્મણી નદીના કાંઠે ખનિજ ચોરી ઝડપાઈ
મળતી માહિતી અનુસાર, મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાત્રી દ્વારા હળવદના મયુરનગર ખાતે આકસ્મિક તપાસ(રેડ) કરી હતી, જેમાં મયુરનગર નજીક પસાર થતી બ્રાહ્મણી નદી પાસે એક જેસીબી કંપનીના એક્સકેવેટર મશીનને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડવામાં આવ્યું છે.આ સાથે ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં આ ખોદકામ એક્સકેવેટર મશીનનાં માલિક અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર રહે.મિયાણી તા. હળવદ દ્વારા કરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હાલ એકસકેવેટર મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.