GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:ચોમાસાનો કહેર: હળવદના ચરાડવા રાજનગરમાં દિવાલ ધરાશાયી, રહિશોમાં ભય અને તંત્ર સામે સુરક્ષાની માંગ 

 

HALVAD:ચોમાસાનો કહેર: હળવદના ચરાડવા રાજનગરમાં દિવાલ ધરાશાયી, રહિશોમાં ભય અને તંત્ર સામે સુરક્ષાની માંગ

 

હળવદ: સતત વરસી રહેલા ચોમાસાના વરસાદે હળવદ તાલુકાના ચરાડવા ગામના રાજનગર વિસ્તારમાં ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. ભારે વરસાદના કારણે અનેક જર્જરિત મકાનોની દિવાલો એક પછી એક ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ અનેક પરિવારોને મિલકતનું નુકસાન વેઠવું પડ્યું છે. સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ વરસાદના સતત મારથી વર્ષો જૂના અને નબળા મકાનો વધુ જોખમી બની ગયા છે. હાલ પણ વરસાદ ચાલુ રહેતા વધુ દિવાલો અથવા મકાનો તૂટી પડવાની આશંકા વચ્ચે લોકો ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરી રહ્યા છે.રહિશોએ તંત્રને તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારનું સર્વેક્ષણ કરી જોખમી મકાનોને ઓળખવા, જરૂરી સુરક્ષા પગલાં લેવા અને સંભવિત અકસ્માતો અટકાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ લોકોને જર્જરિત મકાનો અને દિવાલોથી દૂર રહેવા, અનાવશ્યક અવરજવર ટાળવા અને વરસાદી સંજોગોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!