MORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ પોલીસે મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત શખ્સ ‘પાસા’ હેઠળ જેલહવાલે

 

HALVAD:હળવદ પોલીસે મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત શખ્સ ‘પાસા’ હેઠળ જેલહવાલે

હળવદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં ફાળ પડે તે હેતુથી હળવદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સતત મારામારી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એક માથાભારે શખ્સને પાસા (PASA) હેઠળ અટકાયત કરી જેલભેગો કરવામાં આવ્યો છે.

 



​હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા જયેશ કાળુભાઈ પરમાર નામના ઇસમ વિરુદ્ધ અગાઉ મારામારી અને શરીર સંબંધી અનેક ગુનાઓ નોંધાયેલા હતા. આ શખ્સની ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હળવદ પોલીસ દ્વારા તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.​ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર કરી આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ છૂટતાની સાથે જ હળવદ પોલીસની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી આરોપી જયેશ પરમારને દબોચી લીધો હતો. પાસા એક્ટ હેઠળ જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!