MORBI:મોરબી શહેરમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રાનું આયોજન
MORBI:મોરબી શહેરમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રાનું આયોજન
મોરબીમાં ઇસ્કોન અમદાવાદ દ્વારા સંચાલિત હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબીદ્વારા આગામી તારીખ 5/7/2024 ને શનિવાર ના રોજ આપણા મોરબી શહેર મા ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વે નગર વાસીઓ તથા આજુ બાજુ ના સર્વે ગામ જનો ને આમંત્રણ પાઠવામાં આવે છે
ભગવાન શ્રી જગન્નાથજી તેમના વિશાળ રથ પર બિરાજમાન થઇ ને મોરબી ની જનતા ને દર્શન દેવા માટે નીકળશે જે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ( મોર્ડન હોલ ) થઇ દલવાડી સર્કલ – ઉમિયા સર્કલ – નવા બસ સ્ટેન્ડ – બાપાસીતારામ ચોક – રવાપર ચોકડી – એસ પી રોડ નાકા થી રીટર્ન થઇ – રવાપર ચોકડી – અવની ચોકડી -ઉમિયા સર્કલ – મોર્ડન હોલ (હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ) પર પધારશે.આ રથ યાત્રા મા દેશ વિદેશ થી ભક્તો આવશે જે કીર્તન કરાવશે અને સર્વે રથયાત્રી ઓ માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે તો પ્રેમ પૂર્વક પધારજો