MORBI:વિધાનસભાની માં બજેટ નિહાળવા ગયેલા મોરબી નાં જાણીતા મહિલા ડોક્ટર હસ્તિબેન મહેતા!
MORBI:વિધાનસભાની માં બજેટ નિહાળવા ગયેલા મોરબી નાં જાણીતા મહિલા ડોક્ટર હસ્તિબેન મહેતા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે.. મોરબીવાસીઓને ગૃહની કામગીરી નિહાળવાના આગ્રહથી, તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ નાં રોજ મોરબીની જુની શૈક્ષણિક સંસ્થા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવારના સદસ્યો ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા ની સાથે વિધાનસભા ગૃહ જોવા ગયા ત્યારે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી આદરણીયશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે એક શુભેચ્છા મુલાકાત ગોઠવાઈ.
જેમાં મોરબીના જાણીતા સેવાભાવી તબીબ ડો. હસ્તિબેન મહેતા જેઓએ પોતાની ૪૦ વર્ષના તબીબી વ્યવસાયની સેવાકીય પ્રવૃતિઓ ની માહિતી આપી… તેમજ છેલ્લા ૭૫ વર્ષ થી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાની પ્રવૃતિ વિષયમાં સુશ્રી ચિત્રલેખા બહેને બહુ સરસ માહિતી આપી.સમગ્ર માહિતીથી પ્રભાવિત થઈને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે ફોટોગ્રાફ લેવાનો અવસર સાંપડ્યો અને અમારા પરિવાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને સરસ્વતી દેવીની પ્રતિમા અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ સાભાર સ્વીકાર કર્યો જે અમારા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવાર માટે ખૂબ ગૌરવ અને હર્ષનો વિષય છે.