GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર નજીક કેરી વાહનને પલ્ટી મરાવનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

 

TANKARA:ટંકારાના વિરપર નજીક કેરી વાહનને પલ્ટી મરાવનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

 

 

ટંકારા તાલુકાના વિરપર નજીક બેફિકરાઈથી ચલાવતા કેરી વાહન પલ્ટી મારી ગયું હતું જથી તેમા બેઠેલ લોકોને ઇજાઓ પહોંચી હી જેથી એક મહિલાએ આરોપી વાહન ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી સબ જેલ સામે વણકર વાસમાં રહેતા હંસાબેન હિંમતભાઈ જાદવ (ઉ.વ.૩૫) એ આરોપી એક કેરી વાહન રજીસ્ટર નંબર -જીજે-૩૬-વી-૮૭૮૦ ના ચાલક નરેશભાઈ કણજારીયા રહે. મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપએ પોતાના હવાલાવાળી કેરી વાહન જેના રજીસ્ટર નં- GJ-36-V-8780 વાળુ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એકદમ બ્રેક મારતા પોતાના હવાલાવાળુ વાહન રોડ ઉપર પલ્ટી ખાઇ જતા ફરીયાદી તથા સાહેદોને શરીરે નાની મોટી તેમજ ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!