MORBI:મોરબી નિરાધાર વૃદ્ધ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે હૈયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત




MORBI:મોરબી નિરાધાર વૃદ્ધ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે હૈયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

મોરબી: મોરબી શહેર વિસ્તારમાં રહેતા અને ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના’ તેમજ ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ (વિધવા સહાય) અંતર્ગત સરકારી સહાય મેળવતા તમામ લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોરબી શહેર મામલતદાર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબાર યાદી મુજબ, આ યોજનાઓ અંતર્ગત સહાય મેળવતા લાભાર્થીઓની દર વર્ષે જુલાઈ માસમાં હૈયાતીની ખરાઈ (વેરિફિકેશન) કરવાની રહેતી હોય છે.

આથી, મોરબી શહેર વિસ્તારના તમામ લાભાર્થીઓએ આગામી તા. ૨૧/૦૬/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી બપોરના ૨:૦૦ કલાક સુધીમાં પોતાની હૈયાતીની ખરાઈ કરાવવા માટે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે.
ખરાઈ માટેનું સ્થળ: મામલતદાર કચેરી મોરબી શહેર, એન.સી.સી. કમ્પાઉન્ડ, જૂની એસ. પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી.
સાથે લાવવાના જરૂરી દસ્તાવેજો: લાભાર્થીઓએ ખરાઈ કરાવવા માટે પોતાની સાથે આધાર કાર્ડની નકલ (ઝેરોક્ષ) અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવાનો રહેશે. સમયસર ખરાઈ ન કરાવનાર લાભાર્થીઓની સહાય પ્રક્રિયામાં અડચણ આવી શકે છે, જેથી તમામ સંબંધિત લાભાર્થીઓને નિયત સમયે અને સ્થળે હાજર રહેવા મોરબી શહેર મામલતદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અખબાર યાદીની નકલ મોરબીના કલેક્ટર સાહેબ (સહાય શાખા) તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીને પણ જાણ અર્થે રવાના કરવામાં આવી છે.



