DEVBHOOMI DWARKADWARKA
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓને ૬૭ શિક્ષકો મળ્યા
નવનિયુક્ત શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂંક પત્રો એનાયત કરાયા

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી ૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેરીટ પ્રેફરન્સના ધોરણે કુલ ૮૩ ઉમેદવારોને દેવભૂમિ દ્વારકા જિલ્લો ફાળવવામાં આવ્યો હતો. આ ઉમેદવારો પૈકી આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે કુલ ૬૭ ઉમેદવારોને નિમણુકના આદેશ આપવામાં આવ્યા હતા.
આ ભરતીના કારણે જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં ઘણા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરાઈ જતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ખાસ કરી ગત વર્ષે નવી શરૂ થયેલી ૦૮ ગામની શાળાઓના વિદ્યાર્થીઓમાં માધ્યમિક શિક્ષણની નવી ઊર્જાનો સંચાર થશે.
વધુમાં વધુમાં વિદ્યાર્થીઓને સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.








