MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ખેલ મહાકુંભ અને સ્પેશિયલ ખેલ મહાકુંભના વિજેતાઓ કે જેમને રોકડ જમા નથી થયા તેમના જોગ અગત્યની સૂચના

MORBI મોરબી ખેલ મહાકુંભ અને સ્પેશિયલ ખેલ મહાકુંભના વિજેતાઓ કે જેમને રોકડ જમા નથી થયા તેમના જોગ અગત્યની સૂચના

 

રોકડ પુરસ્કાર માટે જરૂરી દસ્તાવેજો ૨૨ ઓગસ્ટ સુધીમાં જમા કરાવવાના રહેશે

મોરબી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ‘ખેલ મહાકુંભ ૩.૦ / ૨૦૨૫’ તથા ‘સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ / ૨૦૨૫’ અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા અને જેમના ખાતામાં રોકડ પુરસ્કાર જમા નથી થયેલ તેવા મોરબી તાલુકાના તમામ ભાઈઓ અને બહેનો (ખેલાડીઓ) માટે એક મહત્વપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે.

 

જે અનુસાર જે વિજેતા ખેલાડીઓના રોકડ પુરસ્કારની રકમ બેંક ખાતામાં જમા થયેલ નથી, તેવા તમામ ખેલાડીઓએ KMK સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ તથા બેંક પાસબુકની નકલ સહ જરૂરી આધાર-પુરાવા તારીખ ૨૨-૦૮-૨૦૨૬ ના રોજ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે.

 

નિયત સમયમર્યાદા બાદ આવનાર કોઈપણ ખેલાડીના રોકડ પુરસ્કાર માટેની વહીવટી પ્રક્રિયા ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સંબંધિત વિજેતા ખેલાડીઓએ ખાસ નોંધ લેવા અને વધુ માહિતી માટે હેમિત શુક્લ (મો. ૭૫૭૩૮૦૯૪૦૧) નો સંપર્ક સાધવા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!