MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નિરાધાર વૃદ્ધ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે હૈયાતીની ખરાઈ કરવા અંગે મહત્વની સૂચના

 

MORBI:મોરબી નિરાધાર વૃદ્ધ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે હૈયાતીની ખરાઈ કરવા અંગે મહત્વની સૂચના

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર કચેરી (મોરબી શહેર) દ્વારા એક અખબાર યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત સહાય મેળવતા લાભાર્થીઓએ દર વર્ષે જુલાઈ માસમાં પોતાની હૈયાતીની ખરાઈ (વેરિફિકેશન) કરાવવાની રહે છે.

આ સંદર્ભે મોરબી શહેર વિસ્તારના તમામ લાભાર્થીઓ માટે આગામી તા. ૦૩/૦૬/૨૦૨૫, બુધવારના રોજ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્થળ: બુનિયાદી કન્યા શાળા, મણિ મંદિર પાછળ, વી.સી. ફાટક સામે, મોરબી.સમય (સવારનો સેશન): સવારે ૦૯:૦૦ કલાકથી બપોરે ૨:૦૦ કલાક સુધી.સમય (સાંજનો સેશન): બપોરે ૩:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી.

સાથે લાવવાના જરૂરી દસ્તાવેજો: લાભાર્થીઓએ હૈયાતીની ખરાઈ કરાવવા માટે નીચે મુજબના દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે:૧. આધાર કાર્ડની નકલ (ઝેરોક્ષ) ૨. ચાલુ સ્થિતિમાં હોય તેવો મોબાઈલ ફોન

મામલતદાર મોરબી શહેર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, નિયત સમયે તમામ લાભાર્થીઓએ અચૂક પણે આ સ્થળે પહોંચીને પોતાની હૈયાતીની ખરાઈ કરાવી લેવી, જેથી યોજના અંતર્ગત મળતી સહાય મેળવવામાં કોઈ રુકાવટ ન આવે.

Back to top button
error: Content is protected !!