MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી ગામ નજીક ટ્રેલરમાં માટીની બોરીની આઠમાંથી છુપાવેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના પીપળી ગામ નજીક ટ્રેલરમાં માટીની બોરીની આઠમાંથી છુપાવેલ ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

પીપળી ગામ નજીક કાચા રોડ પર ટ્રેલરમાં માટીની બોરીની આડમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો ટ્રેલરમાંથી પોલીસે ૮૨૮ બોટલ દારૂ અને ૩૧૨ નંગ બીયરના ટીન તેમજ ટ્રેલર સહીત ૧૫.૨૪ લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં અંબિકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ પર ટ્રેલર આરજે ૦૯ જીસી ૩૧૪૧ માં ભરેલ માટીની બોરીની આડમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ટ્રેલરની તલાશી લેતા માટીની બોરીની આડમાં છુપાવેલ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂની ૮૨૮ બોટલ અને બીયરના ૩૧૨ ટીન મળીને ૫,૧૪,૦૯૨ નો જથ્થો તેમજ ટ્રેલર કીમત રૂ ૧૦ લાખ સહીત કુલ રૂ ૧૫,૨૪,૦૯૨ નો મુદામાલ કબજે લીધો હતો અને ટ્રેલર ચાલક શ્રવણસિંગ કિશનસિંગ રાવત રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે

Back to top button
error: Content is protected !!