GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બેલા (આમરણ) ગામે જુની અદાવતમાં યુવક પર હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબીના બેલા (આમરણ) ગામે જુની અદાવતમાં યુવક પર હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે સેન્ટિંગ કામના પૈસાની લેતીદેતી અને સાથે કામ બંધ કરી દેવા જેવી જૂની બાબતનો ખાર રાખીને એક શખ્સે યુવકને જાહેરમાં ઢીકાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, બેલા (આમરણ) ગામે રહેતા ૨૫ વર્ષીય આરીફભાઈ હાજીભાઈ જામ પર તેમના જ ગામના ઈકબાલ ઉમરભાઈ જામ નામના શખ્સે હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ઈકબાલે ફરિયાદી આરીફભાઈને કામે આવવા બાબતે ભૂંડાબોલી ગાળો આપી હતી. એટલું જ નહીં, જાહેરમાં શરીરે ઢીકાપાટુનો માર મારી, શર્ટનો કાઠલો અને વાળ પકડીને બજારમાં તેમજ દીવાલ સાથે માથું ભટકાવ્યું હતું.આ હુમલાને કારણે આરીફભાઈને જમણા નેણ પાસે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે આરીફભાઈ જામની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ઈકબાલ ઉમરભાઈ જામ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!