MORBI:મોરબીમા હિંદુ સંગઠનો અને કોંગ્રેસના કાર્યો કરો દ્વારા આમને સામને વિરોધ પ્રદર્શન કર્યું




MORBI:મોરબીમા હિંદુ સંગઠનો અને કોંગ્રેસના કાર્યો કરો દ્વારા આમને સામને વિરોધ પ્રદર્શન કર્યું


રાહુલ ગાંધીએ સંસદની અંદર હિંદુઓ વિરુદ્ધ કરેલ અભદ્ર ટીપ્પણીને પગલે સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી ખાતે હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ હિંદુ સંગઠનોએ કોંગ્રેસ નેતાઓએ હુમલાનો પ્રયાસ કર્યાના આક્ષેપો પણ કર્યા હતા

રાહુલ ગાંધીએ કરેલ ટીપ્પણીના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ રાહુલ ગાંધીના પોસ્ટરમાં શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ પ્રવક્તા સહિતના આગેવાનો અહી હાજર હોય અને બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી જોકે પોલીસે સમય સુચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો જે મામલે હિંદુ સંગઠનના આગેવાનોએ કોંગ્રેસ આગેવાનો દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા પોલીસે સમયસર મામલો સાચવી લીધો હતો અન્યથા કોંગ્રેસ આગેવાનો હિંદુ સંગઠનના વિરોધ કરવા આવેલ કાર્યકરો પર હુમલો કરવાની પેરવી કરતા હોવાના આક્ષેપો કર્યા હતા તો બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હિંદુ સંગઠનો ભાજપના એજન્ટ બનીને આવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલય જ્યાંથી તેઓ સેવાકીય કાર્યો કરે છે ત્યાં વિરોધ કરી રહ્યા હતા જે ક્યારેય સાંખી લેવામાં નહિ આવે રાહુલ ગાંધીએ કરેલ નિવેદનને તેઓ સંપૂર્ણ સમર્થન કરતા હોવાનું પણ જણાવ્યું હતું




