MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સ્પાની યુવતીએ વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો.ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી :19 લાખ પડાવ્યા

 

MORBI:મોરબીમાં સ્પાની યુવતીએ વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો.ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી :19 લાખ પડાવ્યા

મોરબીના શનાળા રોડ પર આવેલ એક સ્પામાં મસાજ માટે જતા વેપારીને ત્યાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી, ન્યૂડ વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી કુલ 19 લાખની મત્તા પડાવી લીધી હોવાની ચોંકાવનારી ફરિયાદ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ હનીટ્રેપના ગુનામાં સ્પાની યુવતી, તેનો કથિત પતિ અને એક નકલી પોલીસ સહિત ત્રણ શખ્સો સામે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ, મોરબીમાં કિરાણાની દુકાન ચલાવતા ૩૧ વર્ષીય યુવકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશરે અઢી વર્ષ પહેલાં તેઓ શનાળા રોડ પર આવેલા સ્પા’માં મસાજ માટે જતા હતા. ત્યાં તેમની મુલાકાત પ્રિયા નામની યુવતી સાથે થઈ હતી. આ યુવતીનું સાચું નામ કાજલકુમારી રામજીભાઈ મહતો (ચૌહાણ) છે અને તે હરિયાણાના ગુરુગ્રામની વતની છે. કાજલકુમારીએ પોતાની ઓળખ છૂટાછેડા લીધેલી અને એકલી રહેતી હોવાનું જણાવી વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને લગ્ન કરવાની લાલચ આપી હતી.વેપારીને વિશ્વાસમાં લીધા બાદ યુવતી પોતાના વતનમાં ઘર બનાવવાના બહાને માર્ચ ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ૪,૫૦,૦૦૦ પડાવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ જરૂરિયાતો બતાવીને ઓનલાઈન તથા રોકડા મળી કુલ ૧૭,૭૮,૫૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આટલું જ નહીં, તેણે વેપારી પાસેથી ૧,૨૧,૫૦૦ની કિંમતના સોનાના દાગીના/વસ્તુઓ અને ૧,૬૦,૦૦૦ની કિંમતના ૨ મોંઘા મોબાઈલ ફોન પણ ગિફ્ટ તરીકે મેળવી લીધા હતા. આમ, તેણે કુલ ૧૯,૦૦,૦૦૦થી વધુની રકમ ખંખેરી લીધી હતી.જ્યારે વેપારીએ પોતાની રકમ અને સામાન પરત માંગવાનું શરૂ કર્યું, ત્યારે કાજલકુમારીએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. તેણે વેપારીના ન્યૂડ વિડીયો વાયરલ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.આ ગુનામાં સંજય નામના શખ્સે પોતે કાજલનો પતિ હોવાની ઓળખ આપી વેપારીને ડરાવ્યો હતો. ઉપરાંત, આ ટોળકીના અન્ય એક અજાણ્યા શખ્સે નાર્કોટિક્સ અને સાયબર ક્રાઈમ વિભાગના પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વેપારીના પિતાને ફોન કરી ધમકાવ્યા હતા.ભોગ બનનાર વેપારીએ આખરે હિંમત ભેગી કરી મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાજલકુમારી રામજીભાઈ મહતો, સંજય અને નકલી પોલીસ બનેલા અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308, 351(1), 319(2) મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!