GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઇસમને પાસા હેઠળ જેલ હવાલે
MORBI:મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઇસમને પાસા હેઠળ જેલ હવાલે
મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટી) એક્ટ હેઠળ ડીટેઇન કરી જુનાગઢ જેલ હવાલે કર્યો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રોહીતભાઇ કાંતીભાઇ સરવૈયા ઉવ.૨૩ રહે.સેન્ટમેરી સ્કૂલ નજીક નવલખી રોડ મોરબી-૨ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીને મોકલવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા ઉપરોક્ત આરોપીનું પાસા વોરંટ ઇશ્યુ થયા બાદ આરોપીને પકડી લેવા મોરબી એલસીબી પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી રોહીતભાઇની અટકાયત કરી જુનાગઢ જેલ ખાતે મોકલી આપ્યો છે.