GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ઉલટી બહાને નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેનાર બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ઉલટી બહાને નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેનાર બે ઈસમો ઝડપાયા

મોરબી શહેરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી ઉલટી કરવાના બહાને નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રૂ ૫૦ હજાર ચોરી કરી નાસી ગયા હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી અને બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ રીકવર કર્યો છે

Oplus_0

મોરબી માર્કેટિંગ યાર્ડ પાસેથી આધેડને રીક્ષામાં બેસાડી વાતચીત કરી ઉલટી ઉબકાનું નાટક કરી નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રૂ ૫૦ હજારની રોકડ રકમ ચોરી કરી આરોપીઓ રીક્ષા લઈને નાસી ગયા હતા ગત તા. ૨૪ જુનના બનેલા બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં એલસીબી ટીમે સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી સીએનજી રીક્ષા જીજે ૦૩ બીએક્સ ૬૧૮૬ માં ગુનાને અંજામ આપનાર એક સ્ત્રી અને રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લઈને પૂછપરછ કરતા બંને ઈસમો તથા અન્ય બે ઈસમો મળીને ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી હતી

જેથી પોલીસે આરોપી ઈરફાન મહમદ અબુમિયા બુખારી રહે રાજકોટ અને કાંતાબેન હરિભાઈ ડાભી રહે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી એમ બે ઇસમોને ઝડપી લઈને ચોરીમાં ગયેલ રોકડ રૂ ૫૦ હજાર, સીએનજી રીક્ષા જીજે ૦૩ બીએક્સ ૬૧૬૮ કીમત રૂ ૭૦ હજાર અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી ગયઢો ઉર્ફે ગઢો હરિભાઈ ડાભી અને કિશન મગન પાંભણીયા રહે બંને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button