GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં મોરબી ખાતે ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’નો કાર્યક્રમ યોજાયો

MORBI:રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં મોરબી ખાતે ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’નો કાર્યક્રમ યોજાયો

વિભાજનના વિસ્થાપિતોની વેદના વ્યક્ત કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ: આઝાદીના અમર ઇતિહાસમાંથી પ્રેરણા લઈ ‘વિકસિત ભારત’ ના નિર્માણમાં સહભાગી બનવા યુવાનોને મંત્રીશ્રીનો અનુરોધ

દેશભક્તિસભર ગીતોની પ્રસ્તુતિ અને વિભાજનની વિભીષિકા અંગેની શોર્ટ ફિલ્મનું કરાયું પ્રદર્શન

અખંડ ભારતની આઝાદી વખતે વિભાજનના વિસ્થાપિતોના ત્યાગ, બલિદાન અને વેદનાની સ્મૃતિમાં મોરબી ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ નો કાર્યક્રમ યોજાયો હતો.

 

કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વિભાજન વખતે પોતાના પ્રાણ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, આપણી આઝાદી લાખો ક્રાંતિવીરો અને વિસ્થાપિતોના મહાન બલિદાનનું પરિણામ છે. ઉજ્જવળ ભવિષ્ય અને ‘વિકસિત ભારત’ ના નિર્માણ માટે યુવા પેઢીએ આ ગૌરવશાળી અને અમર ઇતિહાસથી વાકેફ થવું અનિવાર્ય છે.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા દ્વારા વિભાજનના ઐતિહાસિક પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, સાથોસાથ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ અને વિભાજનની ઘટના પર આધારિત ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, મનપા કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલ, પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!