MORBIMORBI CITY / TALUKO

MORBI:યુવાનોના નામે નેતાઓનો મેળાવડો? મોરબી જોબ ફેરમાં વ્યવસ્થાના નામે મીંડું, યુવાનોમાં ભારે આક્રોશ.

 

MORBI:યુવાનોના નામે નેતાઓનો મેળાવડો? મોરબી જોબ ફેરમાં વ્યવસ્થાના નામે મીંડું, યુવાનોમાં ભારે આક્રોશ.

રોજગાર મેળો કે VIP શો? મોરબીમાં નેતાઓ ઠંડી હવામાં અને બેરોજગાર યુવાનો કાળઝાળ ગરમીમાં સેકાયા.

એક તરફ સરકાર રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે મોટા દાવા કરી રહી છે, ત્યારે મોરબીમાં આયોજિત ‘જોબ ફેર કમ એપ્રેન્ટિશિપ મેળા’નું આયોજન ભારે વિવાદમાં સપડાયું છે. પંચમુખી હનુમાન મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આયોજકોની બેદરકારીને કારણે યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્ટેજ પર વીઆઈપી સુવિધા, યુવાનો માટે હાલાકી :કૌતુક અને આશ્ચર્યની વાત એ છે કે, કાળઝાળ ગરમી વચ્ચે સ્ટેજ પર બિરાજમાન મંત્રીઓ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો માટે એર-કૂલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે નોકરીની આશાએ દૂર-દૂરથી આવેલા હજારો યુવાનો ખુલ્લામાં ગરમી સહન કરવા મજબૂર બન્યા હતા.

રાજકીય કાર્યકરોનો કબજો? સ્થાનિક લોકો અને કાર્યક્રમમાં હાજર યુવાનોના જણાવ્યા અનુસાર, આગળની બેઠકો પર નોકરી શોધતા ઉમેદવારોને બદલે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ કબજો જમાવ્યો હતો. આ કારણે સાચા લાભાર્થીઓ પાછળની હરોળમાં પરસેવે રેબઝેબ થઈને બેસવા માટે લાચાર બન્યા હતા.

રોજગાર મેળો કે રાજકીય મેળાવડો? યુવાનોમાં આ બાબતે તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું રોજગાર મેળો યુવાનોના ભવિષ્ય માટે છે કે પછી નેતાઓના શક્તિ પ્રદર્શન માટે? જો ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે, તો તેમાં યુવાનોની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે.

Back to top button
error: Content is protected !!