MORBI :RTO મેમોના નામે મોરબીના ખેડૂત સાથે ₹3 લાખની છેતરપિંડી: માત્ર એક APK ફાઈલે ખાતું સાફ કરી નાખ્યું




MORBI :RTO મેમોના નામે મોરબીના ખેડૂત સાથે ₹3 લાખની છેતરપિંડી: માત્ર એક APK ફાઈલે ખાતું સાફ કરી નાખ્યું

મોરબી: ટેકનોલોજીના આધુનિક યુગમાં સાયબર ગુનેગારો નિર્દોષ લોકોને લૂંટવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે, જ્યાં RTO મેમોના બહાને એક ખેડૂત પરિવારના બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે.

મૂળ ટંકારાના હડમતીયા ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર રહેતા 50 વર્ષીય ખેડૂત લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. અજાણ્યા સાયબર ગઠિયાઓએ લાલજીભાઈના મોબાઈલ પર ‘RTO ચલણ’ ના નામે એક શંકાસ્પદ APK ફાઈલ મોકલી હતી.
જેવી લાલજીભાઈએ આ ફાઈલ પર ક્લિક કર્યું, તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ તેમની જાણ બહાર જ:તેમના પોતાના AU બેંક એકાઉન્ટમાંથી ₹2,95,000 ઉપડી ગયા.તેમના પત્નીના બેંક એકાઉન્ટમાંથી ₹5,000 ટ્રાન્સફર થઈ ગયા.આમ, ગણતરીની મિનિટોમાં ખેડૂત પરિવારે કુલ ₹3,00,000 ગુમાવવાનો વારો આવ્યો છે.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા લાલજીભાઈએ તાત્કાલિક મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



