GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના માનસર પાસે મચ્છુ નદીમાં બેફામ રેતી ચોરી: સરપંચની ખાણ ખનીજ વિભાગને ઉગ્ર રજૂઆત

 

MORBI:મોરબીના માનસર પાસે મચ્છુ નદીમાં બેફામ રેતી ચોરી: સરપંચની ખાણ ખનીજ વિભાગને ઉગ્ર રજૂઆત

 

બે દિવસમાં ખનીજ ચોરી બંધ નહીં થાય તો ‘જનતા રેડ’ની ચીમકી; ઘર્ષણ થશે તો જવાબદારી તંત્રની રહેશે

મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં આવેલી મચ્છુ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે સાદી રેતીની ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, માનસરથી નારણકા તરફ જવાના માર્ગ પર બે હિટાચી મશીન અને માનસરથી વનાળીયા તરફ જવાના માર્ગ પર ચાર જેટલા હિટાચી મશીનો દ્વારા રાત-દિવસ મોટા પાયે રેતી ચોરી કરવામાં આવી રહી છે. મચ્છુ નદીના પટમાં થઈ રહેલા આ આડેધડ ખનનને કારણે નદીના કુદરતી સ્ત્રોતને નુકસાન થઈ રહ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રજૂઆતમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી બે દિવસમાં આ ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે, તો માનસરના ગ્રામજનો દ્વારા નદીમાં ઉતરીને ‘જનતા રેડ’ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!