વાત્સલ્યમ્ સમાચાર
ટંકારાના લજાઈ ગામ પાસે દેશી તમંચા સાથે ઈસમ ઝડપાયો
ટંકારા પોલીસે લજાઈ હડમતીયા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર નજીકથી આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલા ઉ.25 નામના યુવાનને દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂપિયા 7 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે. નોંધનીય છે કે પોલીસે પકડી પડેલા આરોપી જયરાજસિંહ વિરુદ્ધ બે દિવસ પૂર્વે દેશી દારૂની ભઠ્ઠી ચલાવવાનો ગુન્હો નોંધ્યો હતો જે ગુન્હામાં આરોપી ફરાર હતો. પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.