MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બેલા રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના બેલા રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના બેલા રંગપર ગામ નજીક તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બેલા બસ સ્ટેન્ડ પાસે કાપડની થેલી લઈ શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની તલાસી લેતા થેલીમાંથી વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની બે નંગ બોટલ કિ.રૂ.૮૦૦/- મળી આવી હતી. જેથી તુરંત આરોપી નિલેશભાઈ મનસુખભાઇ વડોલીયા ઉવ.૩૭ રહે. બેલા રંગપરવાળાની અટક કરવામાં આવી હતી, જે બાદ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ બેલા(રં)ગામે રહેતા વસીમભાઈ ઓસમાણભાઇ નારેજા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.